બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 3

  • 2.5k
  • 1
  • 1.1k

ગગન હજુ સવારની મીઠી નિંદર માણી રહ્યો હતો ત્યાંજ તેના ઘરના દરવાજે ટકોરા પડ્યા. "મીના બહેન ઘરે સે કે?" કોઈ સ્ત્રીનો મોટો અને તીણો અવાજ સાંભળીને ગગનની ઊંઘ ઊડી ગઈ. "સવારના પોરમાં ઊંઘ બગાડી નાખી, કોણ છે અત્યારે". બબડતો ગગન પથારીમાંથી ઊઠીને જોવા લાગ્યો ત્યાં સુધીમાં મીના દરવાજો ખોલી બારણાં આગળ ઊભી રહીને કોઈ સ્ત્રી સાથે વાત કરી રહી હતી. ગગને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ તેને બંનેની વાત સંભળાઈ નહિ, પણ પેલી સ્ત્રી સાથે વાત કર્યા બાદ મીના ખૂબ ખુશ જણાઈ રહી હતી. તેના મોં ઉપર ખુશીની ઝલક જરૂર કોઈ સારી વાત બની છે તેની ચાડી ખાઈ રહી હતી.