બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 2

  • 2.4k
  • 1
  • 1k

એક અનોખા વિશ્વમાં ડોકિયું કરવા ઉતાવળો બનેલો ગગન ઝડપથી રૂમનાં છેડે ઢાળેલા ભાંગ્યા તૂટ્યા એવા પલંગ ઉપર ચડી ગયો, અને ત્યાં આવેલી ઘરમાં રહેલ એકમાત્ર બારી આગળ જઈ બેઠો. ઘરમાં રહેલી તે બારી ગગન માટે ફક્ત હવા ઉજાસનું કારણ નહોતું, પણ તે બારી ગગનને તેની ઉદાસીન અને બેરંગ દુનિયાથી વિરુદ્ધ એવી, એક નવી દુનિયા અને તેની સુંદરતાનું દર્શન કરાવી તેના સપનાઓને ઑક્સિજન પૂરું પાડતી હતી. રોજ આજ સમયે એક કાર ગગનની ચાલી સમાન વસાહતની એકદમ પાછળ આવેલ વિશાળ જગ્યામાં ફેલાયેલ આલીશાન બંગલાની બહાર નીકળતી હતી. તેના એક અલગ પ્રકારના હોર્નના અવાજથી ગગનને તે કાર ત્યાંથી પસાર થવાનો ખ્યાલ આવી જતો