બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 1

  • 2.8k
  • 1.3k

સૂરજના સોનેરી કિરણો પથરાતા જ ધરા આળસ મરડીને જાગી ઊઠી અને તેણે પહેરેલી હરિયાળી કુંપણો રૂપી ચુનર સમગ્ર સૃષ્ટિ ઉપર છવાઈ ગઇ, તેમાં મહેકતા ફૂલોની મધુર સોડમ અને પક્ષીઓના મધુર કલરવથી ગામની બરોબર વચ્ચે આવેલ ગગન વિલા ચહેકી ઉઠ્યું હતું. દેશ વિદેશના ફૂલો અને વૃક્ષોની હરિયાળી વચ્ચે સુશોભિત એવા તે બંગલાની સુંદરતા જોવા સૂરજ પણ જાણે થોડી ક્ષણો ત્યાં રોકાઈ જતો અને પોતાના કિરણોથી ગગન વિલાની ઝગમગાહટ વધારતો જતો. કોઈની પણ નજરને ઠંડક પહોંચે તેવો આહ્લાદક કુદરતી સૌંદર્યનો નજારો ગગન વિલામાં સર્જાતો. ગગન વિલાના એકમાત્ર વારસદાર એવો, રાજકુમાર જેવો સુંદર ગગન પોતાની મુલાયમ પથારીમાં નિંદ્રાધીન હતો. તેના ચહેરાની માસૂમિયત જોવા