અનકહા ઇશ્ક - 1

  • 3.7k
  • 1
  • 1.7k

"કેમ, પણ એવું, હું આવું તો જ તું આવીશ..." રીનાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર કહ્યું. "હા, તું નહી આવવાની તો હું પણ નહી આવતો..." રાકેશે એ કહી જ દીધું જે એણે કહેવું હતું. "પણ..." રીના આગળ કઈ કહે એ પહેલાં જ રાકેશે વાત બદલવા ચાહી. "બહુ દિવસ પછી મળીશું હે ને આપને?" રાકેશે કહ્યું. "હા... પણ કેમ એવું કે હું આવું તો જ તું આવ..." રીના હજી વાત ભૂલી નહોતી! "કઈ નહિ... તું આવ કે ના આવ, પણ હવે મારે નહી આવવું ઓકે!" રાકેશે ચિડાઈ જતાં કહ્યું. "ઓ મિસ્ટર," રીના બોલી. "બીજી કોઈનો ગુસ્સો કેમ મારી પર કાઢે છે..."