કપીલ સ્ટેશન પર એક છેડા થી બીજા છેડે વંશીદા ને શોધે છે.સમય 11:30 થયો તે નિરાશ થઈ ગયો તેને થયું વંશીદા જતી રહી હશે.તે પાછો જાવા માટે નીકળે છે કે અચાનક કોઈ જાણીતો અવાજ સંભળાય છે. એ અવાજ વંશીદા જેવો લાગે છે. તે અજાણ્યા વ્યક્તિ ની નજીક જાય છે તેને બોલાવે છે.પણ કપીલ નું નસીબ એટલું સારું ક્યાં હતું. તે વંશીદા ના અવાજ વાળી કોઈ બીજી વ્યક્તિ હતી.બસ હવે કપીલ ની આંખ માંથી આંસુ આવવા ના બાકી હતા. પણ તે શરમાળ ની સાથે લોક લજ્જા ની ફિકર વાળો વ્યક્તિ હતો. લોકો જોશે તો શું કહેશે તેના ડર માં આંખ માંજ