નેહડો ( The heart of Gir ) - 47

(25)
  • 4.3k
  • 2.1k

ગેલો, રાજપૂત સાહેબને બે ગાર્ડસ આગળની રિક્ષામાં બેઠા, ચાર ગાર્ડ્સ પાછળની રિક્ષામાં બેઠા. રીક્ષા જૂનાગઢની બજારમાં થતી તળેટી તરફ જઈ રહી હતી. રાજપૂત સાહેબ રીક્ષાનો ડ્રાઇવર પણ ન સાંભળે તેમ ધીમે ધીમે તેની સાથે બેઠેલા ગાર્ડ્સ સાથે ઓપરેશન સાવજની ચર્ચા કરી રહ્યા હતા. ગેલો રિક્ષામાં આગળ ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો. રાજપૂત સાહેબે સાથે લીધેલા બધા જ ગાર્ડ્સ ખૂબ જ ચપળ અને શારીરિક રીતે કસાયેલા હતા. ઓપરેશનમાં અગાઉ પણ આ ગાર્ડસે ઘણી વખત ભાગ ભજવેલો હતો. જંગલમાં ગોઠવેલા ફાંસાની પેટર્ન, પગલાં, શિકારીની ફોર્મ્યુલા,શિકારમાં વપરાયેલા સાધનો પરથી આ ટુકડીએ શિકારી કઈ બાજુના હશે તેનો અંદાજ લગાવી ભૂતકાળમાં ઘણા કેસ ઉકેલી નાખેલા હતાં.