તેણે એની મહેંદી લાગેલી હથેળીને ચુંબન કર્યું, અને સ્મિત કરતા, સીમાની આંખમાં જોયું, તે શરમાઈ રહી હતી. હર્ષલે એનો હાથ પોતાના હાથમાં રાખ્યો, અને પ્રેમથી કહ્યું, "સીમા, તારા હાથમાં મહેંદી કેટલી શોભે છે, અને તારી સુગંધ સાથે મહેંદીની સુગંધ ભળી જતા, તારી હથેળીનો ભીનો સ્પર્શ, મને ગાંડો કરી મુકશે. એવું લાગે છે, કે બસ તારી મહેંદી લાગેલી હથેળીને નિહાળતો રહું."આ સાંભળી, સીમાનું હૈયું હરખાય ગયું. "હર્ષલ, મને મહેંદી લગાડવી ખૂબ જ ગમે છે. આપણા લગ્નમાં હું કોણી સુધી લગાડીશ."હર્ષલે કપાળે હાથ માર્યો અને ફરિયાદ કરી, "એટલે મારે આખી રાત મહેંદીમાં મારુ નામ શોધવામાં કાઢવી પડશે?" આ વાત ઉપર બંને હંસી