તલાશ 2 - ભાગ 8

(43)
  • 4.6k
  • 1
  • 2.8k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. એક વિશાળ બંગલાના દીવાનખંડમાં ખાદીના કપડા પહેરેલા 8-10 લોકો બેઠા હતા. હમણાં કલાક સવા કલાક પહેલા એ શહેરના નામાંકિત ઉદ્યોગપતિની પત્નીની બર્થડે પાર્ટી માંથી નીકળીને અહીં આવ્યા હતા. ચારે તરફની ખુરશી વચ્ચે રાખેલ ટિપોય પર 2-3 જાતની શરાબની બોટલ ખુલ્લી પડી હતી. એ લોકો કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. છેવટે એક નેતા જેવા દેખાતા માણસે કહ્યું. ઓ.કે. તો આ ફાઇનલ રહ્યું. એણે આપણને બધાને, બધાની પાર્ટી ફંડમાં ઓછામાં ઓછા 100 - 100 કરોડ આપવા પડશે. હું સવારે જ