તલાશ 2 - ભાગ 7

(49)
  • 4.6k
  • 3
  • 2.7k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા ચારે તરફ નિરીક્ષણ કરતા વોશ રૂમની બહાર આવ્યો અને અચાનક એની નજર એક કપલ પર સ્થિર થઇ એ યુવતીને જીતુભા ઓળખ્યો એ નાઝ હતી. જોકે નાઝનું ધ્યાન જીતુભા પર નહોતું પડ્યું. પણ જમણી સાઈડના ચોથા ટેબલ પર બેઠેલા એક પ્રૌઢ કપલમાંની સ્ત્રીએ જીતુભાને ઓળખ્યો હતો. એ શિવ શંકર પંડ્યા અને એની પત્ની પાર્વતી પંડ્યા હતા. "શિવ, જરા ત્યાં નજર કરો પેલો સફેદ શર્ટ પહેરીને ઉભેલા યુવકની સામે જલ્દી જુઓ. મને લાગે છે કે એ જીતુભા છે." "કોણ? પેલો