ગંભીરતાનું મહત્વ

  • 2.8k
  • 1
  • 898

"મને તો એ જ નથી સમજાતું કે શું જોઈને તારી દાદીએ તારું નામ લક્ષ રાખ્યું હતું. તારી કોઈ પણ વર્તણુક કે રીતભાત એ દિશામાં જતી દેખાતી જ નથી."રિપોર્ટ કાર્ડમાંથી માથું ઊંચું કરી, લીલા એના ચૌદ વર્ષના દીકરાને વઢી રહી હતી. લક્ષ નવમા ધોરણમાં હતો અને આ તેના બીજા સેમેસ્ટરના શરમજનક માર્કસ હતા. પરંતુ તેના ચહેરા પર એક ઇંચ પણ પસ્તાવો દેખાતો ન હતો. તેનાથી વિપરિત, તે તેના ઓછા માર્ક્સ વિશે તદ્દન બેદરકારીથી વર્તી રહ્યો હતો, જાણે કે તે કોઈ મોટી વાત નહોતી."મમ્મી રિલેક્સ કરો, હજી છેલ્લી પરીક્ષા બાકી છે, એમાં બધું સરભર કરી નાખીશ."લીલાએ તેના પુત્રને ઉપરથી નીચે જોયું અને