ચોર અને ચકોરી. - 22

(12)
  • 3.5k
  • 1
  • 1.9k

(તમે વાંચ્યું કે અંબાલાલ ના માણસોને કેશવ ના ઘરમાંથી કંઈ મળ્યુ નહી.આથી ગુસ્સામા લાલ્યો બોલ્યો કે દૌલતનગર જઈને હાહરા ની ખાલ ઉતરડવી પડશે)... હવે આગળ.... દૌલતનગર પહોચતા જ લાલ્યાએ બે અડબોથ કેશવના ચેહરા ઉપર લગાડી. લાલ્યાને આમ ગુસ્સામા જોઈને અંબાલાલે પુછ્યુ. "કેમ ભાઈ શુ થયુ? કેમ આમ લાલચોળ છો?""આવડો આ ખોટાડીના પેટનો છે શેઠ. ખોટે ખોટો રામપુરનો ફેરો કરાવ્યો." અંબાલાલે કેશવની સામે જોયુ. ગઈ કાલે પોતે કેશવને ચાર પાંચ તમાચા માર્યા હતા પણ એની કોઈ અસર કેશવને કદાચ થઈ ન હતી. પણ આજે લાલ્યાની ફ્કત બે અડબોથે એના હોઠને ચીરી નાખ્યા હતા. અને એમાથી લોહી નીકળીને એની દાઢીએ દડીને એના