નેહડો ( The heart of Gir ) - 46

(21)
  • 4k
  • 1
  • 2k

DFO રાજપૂત સાહેબે પોતાની સાથે ગાર્ડ્સની પણ એક ગાડી લીધી. તેઓને ફક્ત તૈયાર રહેવા સૂચના આપી. માહિતી લીક થઈ જવાની બીકે ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ છાપો મારવાનો છે એવી કોઈ સૂચના ન આપી. ફક્ત પોતાની ગાડીને ફોલો કરવાનું કહ્યું. રાજપૂત સાહેબની ગાડીમાં ડ્રાઇવર,સાહેબ અને ગેલો ત્રણ જણ જ હતા. ગાડી મેંદરડાના રસ્તે ચડી. સાહેબ રસ્તામાં આવતા ગીરને માણી રહ્યા હતા. રાજપૂત સાહેબે ગાડીને માલણકા ડેમના રસ્તે લેવડાવી. ડેમ આગળ ગાડી ઘડીક થોભાવી. પાછળ ગાર્ડ્સની ગાડી પણ ઉભી રહી. તેમને ગાડીમાં જ રહેવાનું કહી રાજપૂત સાહેબ એકલા નીચે ઉતર્યા. ગેલો પણ ગાડીમાં જ બેઠો રહ્યો. ગાર્ડ્સને રાજપૂત સાહેબની યોજના સમજ