દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૨

  • 3.7k
  • 1
  • 1.4k

તમે અસમંજસમાં હતાં. મધુને લેવાં જતાં પણ તમે વિચારોમાં ખોવાયેલાં હતાં. 'આ બધું શું થઈ રહ્યું છે? શું મારી સાથે કશું ‌‌‌અજુગતું બનશે? આમ મમ્મી મને ભાવ પૂછ્યા વગર પૈસા આપે અને મારી લાવેલી વસ્તુ જોઈ ખુશ થઈ જાય એવું આટલાં વર્ષોમાં ક્યારેય બન્યું જ નથી. તો શું આ ચમત્કાર અરીસાના લીધે....? ના, ના... મને લાગે છે કે હું વધારે પડતું જ વિચારું છું. પણ આવું બન્યું છે ને મારી સાથે...! આઉચ... ' તમારો હાથ જરા બાજુની દિવાલ પર ઘસાયો અને તમારા મોંમાંથી હલકી ચીસ નીકળી ગઈ. 'એનો અર્થ એ કે આ જે કંઈ પણ થયેલું એ હકીકતમાં બન્યું હતું...