લે. કેતન મોટલા ‘રઘુવંશી’ ‘’વિસર્જન પછી સર્જન ‘’ સવારના સાડા છ વાગે એટલે પત્ની લીલાવંતીના હાથની અડધો કપ કડક મીઠી ચા પીને વાસુદેવરાય પક્ષીઓ માટે દાણાની થેલી લઇ એમ.જી ગાર્ડનમાં કસરત કરવા નીકળી પડતા. અડધો કલાક વોકિંગ કરે પછી દસ મિનિટ યોગ અને ત્યારબાદ ચાલતા રસ્તામાં શ્રીરામ હોટલની અડધી ચા. પછી ઘરે આવી નાહી-ધોઈ પૂજાપાઠ કરી અને શાકભાજી લેવા જવાનું. સાંજે સાડાપાંચે લાઇબ્રેરી અને આઠવાગ્યે તો ભોજન કરી લેવાનું. નવ વાગે તો સ્તુતિપાઠ કરી સૂઈ જવાનું. છેલ્લા દસ વર્ષથી રિટાયર મામલતદાર વાસુદેવરાયનો આ નિત્યક્રમ હતો. રોજની જેમ આજે પણ વાસુદેવરાય એમ.જી ગાર્ડનમાં ચાલવા નીકળ્યા પરંતુ આજે એમને કશું અચરજ થાય