પદમાર્જુન - (ભાગ-૩૦)

  • 2.5k
  • 1
  • 1.1k

આગળનાં ભાગમાં આપણે જોયું : સારંગ ફરીથી પદમાને જોઈ રહ્યો.થોડાં સમય બાદ સારંગ આભાર માનવનાં બહાને પદમા પાસે ગયો.પરંતુ તેની સાથે શાશ્વત પણ હતો.પદમાને શાશ્વતની સાથે વાતો કરતાં જોઈને સારંગ અત્યંત ક્રોધિત થઇ ગયો.પરંતુ હાલ પૂરતો પોતાનાં પર સંયમ રાખી તેણે કહ્યું, “શાશ્વત, પદમા તમે બંનેએ મારા રાજ્યાભિષેકનો કાર્યક્રમ ખુબ મનોરંજક બનાવ્યો એ માટે તમારા બંનેનો આભાર.”રાજકુમાર સારંગ પદમા સામે જે રીતે જોઈને વાત કરી રહ્યો હત એ શાશ્વતને જરાં પણ ન ગમ્યું પણ કદાચ પોતાનાં નિરક્ષણમાં કંઇક ભુલ થઈ ગઈ હશે એમ વિચારીને તે ચુપ રહ્યો.થોડાં સમય બાદ શાશ્વત,પદમા અને રેવતી મહારાજ યુવરાજ સિંહની આજ્ઞા લઈને પોતાના ઘર તરફ