સ્પોઇલર ફ્રી રીવ્યૂ, ભુલભુલૈયા - ૨

  • 3.6k
  • 1
  • 1.3k

ભુલભુલૈયા-૨સ્પોઇલર ફ્રી રીવ્યૂ.ભુલભુલૈયાનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૦૭માં આવ્યો હતો. તે ફિલ્મ જોઈ હોય તો જરા યાદ કરો કે મુખ્ય કઈ બાબતોના કારણે તે ફિલ્મ હીટ બની હતી. અક્ષય કુમારનો રમૂજી અને જાનદાર અભિનય, વિદ્યા બાલનનો વિવિધ શેડ ધરાવતો લાજવાબ દેખાવ અને અભિનય, જલદ લાગણીની સણકો ઉપડે તેવી રજૂઆત, કોમેડી, ભવ્ય હવેલીમાં ચાલતી સંતાકૂકડી, ઢગલો કલાકારોથી બનેલ રસપ્રદ વાર્તા, આકર્ષક ગીત સંગીત, પ્રિયદર્શનનું મનોરંજન માટે જાણીતું મિડાસ ટચવાળું ડિરેક્શન અને છેલ્લે મનોવૈજ્ઞાનિક તર્ક સાથેનો ક્લામેક્સ.શા માટે આ મુદ્દા યાદ અપાવ્યાં? એ જણાવવા કે ઢગલો રસપ્રદ અને ગુણવત્તાયુક્ત તત્ત્વોનો મેળો ભરાયો હતો ત્યારે તે ફિલ્મ "હોરર કોમેડી" જેવા જરા ઓછા વખણાતા જોનરની