વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો - ૩ ( સંપૂર્ણ )

(12)
  • 4.8k
  • 2.2k

હવે ફરી રાજા વિક્રમસિંહએ એજ દૃશ્ય જોયા ,એમાં કોઈ જ ફેરફાર નહી. મનમાં ઘણા પ્રશ્નો અને વિચાર સાથે રાજપૂત ત્યાં સંયમ રાખીને બેઠા.થોડીવાર પછી રાજાને જમવાનું અપાયું , રાજા વિક્રમસિંહ જમવા બેઠા અને શાંતિથી જમી લીધું,ત્યારબાદ ડોશીને કીધું કે માં મારે તમારું કામ છે મારે તમને પ્રશ્ન પૂછવા છે શું હું આપ કહેતા હોય તો પૂછું? ડોશી બોલ્યા રાજન આપ રાજા છો અને રાજા આજ્ઞા માંગે નહિ, આજ્ઞા આપે. ત્યારે રાજા બોલ્યા માં હું અત્યારે રાજભવનમાં નથી અને હું મારી માંને મળવા આવ્યો છું એટલે માં આગળ દીકરો રાજા ના કહેવાય,માટે માટે હું તમને પ્રશ્ન કરું એનો મને સાચો જવાબ