પરિતા - ભાગ - 17

  • 3.4k
  • 1.6k

પરિતા આ રીતે પાર્થને મળવા તો જતી રહેતી હતી પણ અંદરખાને એ અપરાધની લાગણી અનુભવી રહી હતી. પોતે સાસુ - સસરા ને સમર્થને છેતરી રહી હતી એ વાત એનાં મનમાં ડંખ્યા કરતી હતી. મન પાર્થ તરફ વળેલું હતું ને જવાબદારીઓ સમર્થ તરફ ઢળેલી હતી. દિલમાં એક પ્રકારની દુવિધા પણ હતી કે એનાં માટે કોણ મહત્તવનું રહ્યું હતું સમર્થ કે પાર્થ? એક તરફ પાર્થ સાથેની જિંદગી હતી જેમાં ખુશી મળતી હતી ને બીજી બાજુ સમર્થ સાથેની જિંદગી હતી જેમાં રાજી રહેવાની જરૂરિયાત હતી. પાર્થ જ્યારે પણ પરિતાને મળતો ત્યારે એક જ જીદ કરતો રહેતો હતો કે એ પરણશે તો એની જ