આ જનમની પેલે પાર - ૩૩

(32)
  • 4.2k
  • 4
  • 2.1k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૩ દિયાન પોતાના બેડરૂમની બહાર નીકળ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. ઘરમાં કોઇ દેખાતું ન હતું. તેણે રસોડામાં નજર કરી. સુલુબહેન ત્યાં દેખાયા નહીં. તેને રસોડામાંથી સરસ સુગંધ આવી. ત્યાં જઇને જોયું તો એની પસંદગીનું ભોજન તૈયાર થઇ ગયું હતું. તેનું મન ભોજનની સુગંધથી જ પ્રફુલ્લિત થઇ ગયું. પણ પોતે જે વાત માતા-પિતાને કરવાનો હતો એનાથી આ ભોજનનો સ્વાદ એમના માટે કડવો થઇ જવાનો હતો. પોતે પણ આ ભોજનના સ્વાદનો આનંદ માણી શકશે કે કેમ એની શંકા હતી. એ રસોડામાંથી નિરાશ મનથી પિતા દિનકરભાઇના બેડરૂમ પાસે ગયો. એમનો રૂમ ખુલ્લો હતો. એ ત્યાં ન હતા.