અમાસે લાગ્યું ચંદ્રગ્રહણ...

  • 4.1k
  • 1.6k

"કજરી, ચાલ ઉઠ હવે, સુરજ માથે ચડી આવ્યો છે, કેટલું ઊંઘે છે, તું ઉઠ એટલે તારા માટે ચા મુકું," કહી જયવંતી ખોલીમાં જતી રહી. આળસ મરોડતા કજરી ઉઠી. આજે ઘણું મોડું થઈ ગયું હતું. માથું પણ ભારે લાગતું હતું અને જીવ પણ ચુથાતો હતો. ઉલ્ટી જેવું લાગતાં ઓઢણીનો છેડો મોઢે દાબી કજરી બાથરૂમ તરફ દોડી. ઉબકા-ઉલ્ટીનો અવાજ સાંભળીને જયવંતી પણ ત્યાં ગયી,"શુ થયું કજરી? તબિયત બગડી ગઈ છે અચાનક. ચા પીને તૈયાર થઈ જા આપણે દાગતરને બતાડી આવીએ." "ના, હમણાં ક્યાંય નથી જવું. આ તો રાતનો ઉજાગરો છે એટલે, થોડીવાર આરામ કરીશ તો સારું લાગશે. તું ચા આપ મને," કહી