મયંક, જો નિખિલ આજે અહીં હોતે તો એમ.બી. એ ના કયા વર્ષમાં હોત? પત્ર લખતા પહેલા માહીએ તેના પતિને પુષ્ટિ કરવા માટે પુછ્યું. સ્તબ્ધ થઈ, મયંક માહીને જોતો રહી ગયો. આ સ્ત્રી પાસે કેટલી સહનશીલતા હતી? આટલી મોટી વેદના અને દુ:ખ સહન કરવા તે આટલું વિશાળ હૃદય ક્યાંથી લાવી? પ્રેમ સાથે, મયંકનું હૃદય તેની પત્ની માટે ગર્વ અને સમ્માનથી ભરાઈ આવ્યું. તેણે હળવેકથી કહ્યું, કદાચ બીજા વર્ષમાં. માહી એક ક્ષણ માટે ધ્રૂજી ગઈ. તેણે પોતાના આંસુ છુપાવવા ઝડપથી મયંકની સામેથી નજર ફેરવી અને પત્ર લખવાનું શરૂ કર્યું. મારી પ્રિય મમ્મી,આશા છે કે તમારી તબિયત પહેલા કરતા સારી હશે. દિલગીર છું, આ વખતે તમને