ગઝલ - એ - ઇશ્ક - 9

  • 4k
  • 1
  • 1.6k

૧. સત્તરમાં આસમાનેસત્તરમાં આસમાને છું, ભયંકર આગની ઝપેટમાં! કૂદીને બહાર આવું? કે બળું એ જ્વાળાની લપેટમાં ? છાની છુપી વાતો બધી સંતાડીને એક સૂટકેસમાં! હવે તો થવાનો જ, ભડાકો એ રસાયણોની પિપેટમાં ! આંકડાકીય માણસ જ્યારે ઠાલવે વેદના શબ્દોમાં ! ભૂલ તો થવાની જ, પણ ના લેશો એને ડિબેટમાં! કોણ ? ક્યારે ? ક્યાં ? કઈ ઘડીએ જતું રહેશે! બાંધી રાખો એ બધાંને લાગણીઓની સિમેન્ટમાં ! આતો પવનનો વાયરો છે, ગમે ત્યારે દિશા બદલે ! આપણી ધરી ફરે! એ પહેલા આવી જાઓ બધાં તિબેટમાં ! ભાંગલી તૂટલી વેદનાઓ બધાંની સમેટીને એક પ્યાલામાં! પીએ બધા થોડું થોડું તો ક્યાં નડવાની ખટાશ