નેહડો ( The heart of Gir ) - 44

(25)
  • 3.9k
  • 3
  • 2.1k

ભીડ વધારેને વધારે ઘાટી થઈ રહી હતી. રાધી એ હજુ પણ કનાનું કાંડું જાલી રાખ્યું હતું.કનાનો હાથ પરસેવાથી પલળી ગયો હતો,અને કનો પણ.તે રાધીની પાછળ પાછળ ખેંચાતો જતો હતો.તે જ્યારે નાનો હતો ત્યારે તેની મા સાથે ભાવનગરના નિષ્કલંક મહાદેવના ભાદરવી અમાસનાં મેળામાં ગયો હતો.તે વાત તેને યાદ આવવા લાગી.ત્યારે પણ ત્યાં આવી જ ભીડ હતી.પોતે ભીડમાં ખોવાય ના જાય તે માટે તેની માએ તેનું કાંડું આવી રીતે જ જાલી રાખ્યું હતું. અને તે તેની માની પાછળ પાછળ આવી રીતે જ ઢસડાતો હોય તેમ જઈ રહ્યો હતો. ભીડની દિશામાં ચાલી રહેલી રાધી અચાનક ભીડના કિનારા તરફ કનાને ખેંચીને ચાલવા લાગી, ત્યારે