અજાણ્યો હમદર્દ - ભાગ ૬

  • 3.5k
  • 2
  • 1.8k

" મારું નામ અંકિત, અંકિત મિશ્રા છે. હું, મારી નાની બહેન, મમ્મી અને પપ્પા ટોટલ ચાર જણાનું નાનકડું એવું અમારું પરિવાર. અમારી પરિસ્થિતિ સામાન્ય હતી પણ દિલથી અમે લોકો હંમેશા ખુશખુશાલ રહેતા. મારા પિતા સામાન્ય કારકુનની નોકરી કરતા અને મા આજુબાજુના લોકોની સાડીઓને ભરતકામ કરી થોડા ઘણા પૈસાનો ટેકો કરતી. નાનપણથી જ મને અને મારી નાની બહેનને સાદાઈ અને સચ્ચાઈથી જીવવાના સંસ્કાર અમારા માતા પિતાએ આપ્યા હતા. એટલે અમને જે મળતું અમે તેમાં જ સંતોષ માનતા અને સુખેથી રહેતા. ઓછો પગાર હોવા છતાં મારા પિતા અમને ભાઈ બહેનને ભણવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા અને તેમનાથી બનતું બધું જ કરતા. હું