અજાણ્યો હમદર્દ - ભાગ ૫

  • 4k
  • 2
  • 2.1k

ઘરમાં પ્રવેશીને તે થોડી ક્ષણો ત્યાંજ ઊભો રહ્યો અને બધે નજર ફેરવી પેલી યુવતીને શોધી રહ્યો, રખેને વળી પાછી તે ક્યાંક સંતાઈ હોય અને અચાનક હુમલો કરી દે! પણ તે યુવતીના કોઈ આસાર ન જાણતા ગભરાતા હૃદયે એક એક ડગલું સાવધાનીથી મૂકતો તે યુવક પેલા રૂમમાં જઈ ચડ્યો, ત્યાં જમીન ઉપર હજુ પણ એ યુવતી કણસતી પડી હતી.તે યુવક ઝડપથી રસોડામાં દોડી ગયો અને થોડીઘણી મહેનત બાદ આખરે તેને એક ડબ્બો મળ્યો, અને તે ડબ્બો લઈ યુવક પેલી યુવતી પાસે પાછો ફર્યો. તેણે ખસી ગયેલું ટેબલ સરખું કર્યું અને તેના ઉપર પેલો ડબ્બો રાખી દીધો. પગમાં અથડાતો આવી પડેલ પાણીનો