ગઝલ - એ - ઇશ્ક - 8

  • 3.6k
  • 1.5k

૧. અણગમોપ્રેમની પરોણીના દોરાનો તું તાંતણો, તાંતણાનાય બે ફાંટા, એનો છે અણગમો ! ક્ષણભંગુર રાત્રી ને દિવસનો તાપ દાઝણો, પળે પળે મૂંઝવતી તારી, યાદોનો છે અણગમો ! રફતાર તો જો ! આ ઘડીએ મોતનો મરણો, જીવન તથ્યરૂપી, કડવાટનો છે અણગમો ! જાત-પાત નાથ ! અહીંયા જુદા જુદા છે વર્ણો, માણસ ને માણસાઈ, વિખુટાનો છે અણગમો ! પ્રકૃતિના ન્યાય કરવાના વિશિષ્ટ છે ચરણો, નિમિત્તોને સહજપણે, ન સ્વીકાર્યાનો છે અણગમો ! ક્યારેક કાઢવા! અમુક મુશ્કેલ છે તારણો, સત્ય ને જુઠ, નથી ઓળખાતાનો છે અણગમો !૨. છે તું... અણગમતી શબ્દાવલીમાં મનગમતો પ્રાસ છે તું, વણઉકેલી પહેલીના ઉકેલનો આસ છે તું ! અધવચાળે મળી