- મનીષ ચુડાસમા “સ્નેહનું પવિત્ર ઝરણું” સાંજનાં ચાર વાગ્યા હતાં. રવિવારનો દિવસ હતો. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. મોરલા કળા કરીને નાચી રહ્યા હતાં. ‘હું વાત કરું, હજી પણ તું ના કહી શકતો હોય તો ?’ ગાંધીનગરમાં આવેલાં ઇન્દ્રોડા પાર્કમાં એક ઝાડ નીચેનાં બાંકડા પર બેઠેલા હિરેને જીગ્નેશને કહ્યું. ‘અરે દોસ્ત, હું જ કહીશ. એકવાર તો મેં મારી લાગણીઓ, મારા પ્રેમનો ઇઝહાર નહીં કરીને ભૂલ કરી છે. હવે બીજીવાર નથી કરવી. એકવાર સુજાતાને રૂબરૂ મળવા તો દે.’ જીગ્નેશે હિરેનને કહ્યું. એને ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલ પર ભારોભાર પસ્તાવો થઈ રહ્યો હતો. જીગ્નેશ અને હિરેન વચ્ચે પાક્કી દોસ્તી. બંને જણાં સગા