પ્રેમ - નફરત - ૩૦

(34)
  • 5.6k
  • 2
  • 3.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૦સચિને ફોન કરીને અવિનાશને આરવ અને રચનાની મુલાકાતની વાત પહોંચાડી દીધી. અવિનાશે તરત જ કિરણને ફોન કરી એમાં મરી-મસાલો નાખીને કહી દીધી. સાળા અવિનાશની વાત સાંભળી કિરણ વિચારમાં પડી ગયો હતો. ઘરમાં તપાસ કરી. આરવ હજુ આવ્યો ન હતો. તેણે હિરેનના કમરામાં જવાને બદલે ફોન કરીને બંગલાની પાછળના બગીચામાં બોલાવ્યો.'ભાઇ, શું વાત છે? કંપનીની કોઇ ખાનગી વાત છે કે શું?' હિરેન નવાઇ સાથે પ્રશ્ન પૂછી રહ્યો. બંનેને આ રીતે કોઇ વખત વાત કરવા ભેગા થવાની જરૂર પડી ન હતી.'મારી શંકા સાચી પડી છે. પેલી છોકરીનો ડોળો આપણી કંપની પર લાગે છે. તેણે આરવને ફસાવ્યો