નમસ્તે વાચકમિત્રોઆશા રાખું છું કે આ ધારાવાહિક આપ સૌને પસંદ આવી રહી છે. આગળનાં ભાગમાં આપણે જોયું : સારંગે કડકાઇથી તેની સામે જોયું તેથી સૈનિકે ગભરાઇને સારંગ પર પ્રહાર કર્યો. સારંગ તેને કરેલ બધા જ પ્રહારથી બચી ગયો.તેથી સૈનિકે પોતાની પુરી તાકાત લગાવી તેના પર છેલ્લો પ્રહાર કર્યો. તે પ્રહારથી બચવા સારંગે તલવારને પોતાનાં હાથ વડે પકડી લીધી. તેનાં કારણે તેનાં હાથમાંથી લોહી વહેંવા લાગ્યું. તેણે સૈનિકનાં હાથમાંથી તલવાર છીનવી લીધી અને તેને ધક્કો માર્યો. તેથી સૈનિક સામેની દિવાલ સાથે જોશથી અથડાઈને નીચે પડી ગયો. “આશા રાખું છું કે તારી ગેરસમજ હવે દુર થઇ ગઇ હશે અને તારાં મનમાં ઉદ્દભવેલા