ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 18

(24)
  • 5.2k
  • 2
  • 2.4k

ભાગ - ૧૮આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,ACP, રમણીકભાઈ ને પોતાનો કોન્ટેક્ટ નંબર આપીને નિકળી ગયા છે.આગળનાં દિવસે રાત્રે, રોજની જેમ ઘણાં બધાં ગામલોકો, મૃતક શિવાભાઈ સરપંચના ઘરે બેસવા આવ્યા છે. સરપંચના પત્ની પાર્વતીબહેનને, અચાનક કંઈ યાદ આવતાં, તેઓ રમણીકભાઈને કોઈ જરૂરી વાત જણાવવા થોડાં સાઈડમાં બોલાવે છે.રમણીકભાઈ સાઈડમાં આવતા..... પાર્વતીબહેન :- હું, શું કહું છું રમણીકભાઈ, કાલે સવારે, હું જ્યારે મુંબઈ જવાની તૈયારી કરતી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર શું નામ છે એમનું, ( થોડુ વિચારીને ) હા યાદ આવ્યું, અશોકભાઈ અશોકભાઈ આવ્યા હતા, એડવાન્સ લેવા માટે. ને તમારા ભાઈએ, એ કોન્ટ્રાક્ટરની સામેજ, એડવાન્સ આપવા માટે તીજોરી ખોલી હતી.બધા પૈસા તિજોરીમાં સામેજ