પરિતા - ભાગ - 16

  • 3.1k
  • 1.7k

પાર્થની મીઠી - મીઠી વાતો પરિતાને એનાં તરફ ખેંચી રહી હતી. સમર્થને ન તો પરિતાની કોઈ વાતો સાંભળવામાં રસ હતો કે ન એને કંઈ પણ કહેવા માટે એની પાસે સમય હતો. સમર્થ આખો દિવસ પોતાનાં કામમાં રચ્યો - પચ્યો રહેતો હતો ને બાકી જે થોડો ઘણો સમય મળે એ પોતાનાં મિત્રો સાથે વિતાવતો હતો. પરિતા માટે ખાસ એણે સમય ફાળવ્યો હોય એવું પરિતાને યાદ નહોતું. પરિતા હવે પાર્થ સાથે વધુ સમય વિતાવવા લાગી હતી. સમય મળે ત્યારે એ પાર્થ સાથે ફરવા માટે ઉપડી જતી હતી. પહેલા તો એનાં સાસુને આ બધું સામાન્ય લાગતું હતું પણ પછી એમને આ રીતે પરિતાનું