મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 5

  • 2.2k
  • 1
  • 1.1k

આંખોની પાંપણો ઢળીને કોઈ અલગ જ ચેતના અનુભવી રહી હોય એમ તેમની આંખો ઊપર-નીચે થઈને ધ્યાન ધરવા એકત્ર થઈ રહી હતી.હંમેશની જેમ પોતાના કક્ષમાં ચારેબાજુ દીવાના અજવાળાથી પ્રકાશ પ્રસરીને અલગ જ ઊર્જા ફેલાવી રહયો હતો.બીછાઈને પડેલી પ્રતો ગુરૂ મિથાધિશની બધાથી અલગ વિચારવાની શક્તિનો પરીચય આપી રહી હતી.કંઈ કેટલાય સંશોધનો કર્યા પછી કોઈ વ્યક્તિને સાચી દિશા આપવી એ એક ગુરુની જવાબદારી હોય એ વાત ખરેખર ગુરૂ મિથાધિશ માટે સાચી લાગતી હતી."તમે પહેલા એવા વ્યક્તિ હશો જે કોઈપણ ઉપહાર સ્વીકારતા નથી...."પાટલીપુત્રમાંથી આવેલ ઉપહારને નમ્રતાથી સૈનિકના હાથમાં આપતા ભિમાંએ ગુરૂ મિથાધિશને કહ્યું.ગુરૂ મિથાધિશાએ રાજનગરમાંથી આવેલા ઉપહારમાંથી ફકત એક સફરજન લઈને ઉપહાર પરત કરવા