પ્રિય સખી ડાયરી,આજ ફરી હું મારી ખુશી અને સંતોષને વ્યક્ત કરવા તારી પાસે પહોંચી જ ગઈ છું. જ્યાં સુધી તને બધું ન વર્ણવું ત્યાં સુધી મન જંપીને ન જ રહે.મેં તો ફક્ત પિક્ચરમાં કે વાર્તામાં બાળપણમાં પરિવાર વિષે વાંચ્યું અને જોયું હતું, પણ જેમ જેમ હું મોટી થતી ગઈ એમ હું અનુભવવા લાગી કે પરિવારની હૂંફ અને સાથ એ જીવનની સૌથી મોટી મિલકત છે. એ દરેક લોકોના ભાગ્યમાં નથી હોતી.મારા પરિવારમાં સારા નરસા બધા જ પ્રસંગો અને તહેવારો અમે સાથે મળીને જ ઉજવતા આવ્યા છીએ. સુખ હોય કે દુઃખ આખો પરિવાર ભેગો થઈને એને હલ કરે અને બધા જ ભેગા