તમે બોલશો...અને હું સાંભળીશ

  • 2.8k
  • 1.1k

"આવીને બ્રીફકેસ ઠેકાણે નથી મુકતા, પગ ધોયા વગર સોફા પર બેસી જાવ છો, અને કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વગર, બસ, આ ટીવી. મારો સૌથી મોટો દુષમન!"કિશોરે કપાડેથી પરસેવો લુછ્યો, અને એક લાંબા નિસાસા પછી, ધીરજ રાખતા કહ્યું,"શ્વાસ લે કલ્યાણી, અને મને પણ પોરો ખાવા દે. હજી હું થાક્યોપાક્યો હાલ્યો આવું છું."કલ્યાણી રસોડામાંથી રોટલી કરતા કરતા બહાર હોલમાં આવી હતી. એક હાથમાં વેલણ હતું, અને બીજો હાથ કમર પર રાખીને, ફરી તીખા સ્વરે આગળ બડબડાટ કર્યો."આ તમારું રોજનું થઈ ગયું છે. ગેસ બુક કર્યો?"કિશોરે માથે હાથ મુક્યો, "સોરી, ભૂલી ગયો. કાલે કરી નાખીશ.""પંખો પણ રિપેર કરવા ન લઈ ગયા. કેટલી