સ્વપ્નપૂર્તિ

(12)
  • 4.3k
  • 1
  • 1.6k

"દેવકી, ક્યાં છે તું? મને ઓફિસે જવા મોડું થાય છે, મારા શર્ટનું બટન તૂટી ગયું છે જલ્દીથી ટાંકી આપ." ચિરાગે દેવકીને બૂમ પાડી. દેવકી દોડવાની ઝડપે આવી. જલ્દીથી સોય-દોરો લઈ ચિરાગના શર્ટનું તુટેલું બટન ટાંકવા લાગી. પછી ચિરાગની બેગ, વોલેટ, મોબાઇલ, રૂમાલ, ટિફિન બધું ચિરાગને આપી એ પોતાના કામે લાગી. ચિરાગ બધું લઈ ઓફિસ જવા રવાના થયો. દેવકી ઘર વ્યવસ્થિત ગોઠવવામાં લાગી. છેલ્લા દસ-બાર દિવસથી મંગીમાસી કામે નહોતા આવતા. દેવકીને આદત નહોતી આટલું કામ કરવાની. જ્યારથી આ સોસાયટીમાં રહેવા આવ્યાં ત્યારથી મંગીમાસી એના ઘરે કામ કરતાં હતાં. ચિરાગની બદલી થતાં એ બંને અહીં રહેવા આવ્યાં હતાં. લગભગ બે વર્ષ થવા