ગઝલ - એ - ઇશ્ક - 6

  • 3.3k
  • 1.5k

૧. બેઠું છું જ્યારે બેઠું છું જ્યારે એકલી મારી સમીપ!અંજાઈ જાઉં છું અમુક તથ્યો સટીક! આકરી ઉલઝનો અને નકરો તાપ!હાંફી જાઉં છું ક્યારેક એમ જ લતીફ! સહન કરવાની તો સીમાઓ ઓળંગી!છતાંય “ઓછું છે.” એમ કહે છે રદીફ! કડકડતી ટાઢમાં પોઢું જ્યારે શાલમા!તો રુંવાડા સુંવાળા પડી ને સુવે છે અસીમ! અદમ્ય સાહસ તો કર્યા નથી મેં!કલમ ઉઠાવી ત્યાં સ્ફૂર્યુ ગઝલનું પ્રતીક! સ્મશાને જાતિ યાત્રાને પૂછ્યું,“શાને છો બધા એટલા દુખી? રહીમ.” સુતેલી લાશમાંથી શબ્દો નીકળ્યા,“આ બધાનો માત્ર ઢોંગ છે હકીમ!” ક્ષણભર તો લાગ્યું આશ્ચર્ય મનેય,પછી જાણ્યું કે આ એક કડવી મુહરીમ! તથ્ય તો ત્યારે લાગ્યું એ લાશનું,જ્યારે વહેતા આંસુઓ મૂલ્યવિહોણા ઠર્યા મરીઝ.