એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૫

  • 3.3k
  • 1
  • 1.5k

રાતભરના સફર બાદ બીજા દિવસે પઠાણકોટ પહોંચી બધાએ ચા-નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને પોતપોતાની બેગ્સ વોલ્વોમાં મૂકી.હવે બધા જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જવાની બસ થોડી જ વાર હતી.પઠાણકોટ પંજાબનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે.પઠાણકોટમાં બજારમાં ફરતા ફરતા બધા ટ્રેકર્સ ત્યાંની ફેમસ બિલ્લા લસ્સીવાળાની દુકાને પહોંચ્યા.ત્યાં લસ્સી પીધા પછી કોઈના પેટમાં લન્ચ કે ડિનર માટે જગ્યા જ ન રહી.પઠાણકોટથી રાત્રે ૮ વાગે વોલ્વોમાં મનાલી જવા માટે નીકળ્યા.જેમ જેમ રસ્તો આગળ વધતો જતો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું.નિત્યાના મનમાં ઠંડીને લઈને થોડો ડર હતો એટલે એ કશું જ બોલ્યા વગર ચૂપચાપ દેવની બાજુમાં બેસી રહી હતી. "શું