એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૪

  • 3.5k
  • 1
  • 1.6k

સલોની સાથે આવેલી છોકરીને જોઈને દેવે નકુલને પૂછ્યું,"આ કોણ છે" "એની ફ્રેન્ડ શ્રેયા"નકુલે ધીમેથી દેવના કાનમાં કહ્યું. "અચ્છા" "સારી છોકરી છે,વાત ચલાવું તારી એના જોડે?"નકુલે મજાક કરતા પૂછ્યું. "જસ્ટ શટ અપ" "ઓકે ઓકે બ્રો,ચિલ" "ચાલો બધા પોતાનો સામાન ટ્રેનમાં મૂકી દો"માનુજે બોલ્યો. "ટિકિટ તો બતાવ,કઈ જગ્યા પર આપણે બેસવાનું છે"દેવે પૂછ્યું. માનુજે પોકેટમાંથી ટિકિટના કાગળ કાઢ્યા અને દેવને આપ્યા.દેવે બધી જ ટિકિટ જોઈ અને સાથે કઈ શીટનું રિઝર્વેશન પણ જોઈ લીધું.ટિકિટ જોઈ એમાં એક ટિકિટ વધારે જોઈને દેવે માનુજને ખભે હાથ મૂકીને એને બોલાવતા પૂછ્યું,"માનુજ,આ કોની ટિકિટ છે" દેવ ટિકિટ પર કોઈનું નામ જોવે એ પહેલાં માનુજે દેવના હાથમાંથી ટિકિટ