એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૨

  • 3.3k
  • 1
  • 1.6k

દેવ નિત્યાને મળવાને બદલે સીધો જ નકુલ,સલોની,માનુજ અને દિપાલી પાસે ગયો અને એમને હેપ્પી દિવાલી વિશ કર્યું.આ જોઈને નિત્યાને દુઃખ થયું.એના મનમાં થોડી ઈર્ષ્યાની ભાવના પ્રગટી.અને થાય પણ કેમ નઈ,એનો બેસ્ટ ફ્રેન્ડ ધીમે ધીમે એનાથી દૂર થઈ રહ્યો હતો એવું એને લાગી રહ્યું હતું.પણ નિત્યા કોઈ પણ સમયે હંમેશા પોઝિટીવ રહેવાનું વિચારતી એટલે એને વિચાર્યું કે ભલે મારાથી દૂર પણ એ ખુશ તો છે ને.આટલું વિચારીતા જ એના મોઢા પર સ્મિત વેરાયું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. થોડી વાર પછી માનુજ અને દિપાલી નિત્યા પાસે ગયા "હાઈ બહેના,હેપ્પી દિવાલી"માનુજ બોલ્યો. "હેપ્પી દિવાલી ભૈયાજી,હેપ્પી દિવાલી ભાભીજી"નિત્યાએ માનુજ અને દિપાલીને હગ