એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૦

  • 3.5k
  • 1
  • 1.7k

નિત્યાને પાણી લઈને આવતી જોઈને જશોદાબેન બોલ્યા,"નિત્યા તું અહીંયા આવ મારી પાસે બેસ તારું જ કામ છે મને" "મારું કામ???,મતલબ?" "મોટી બેન તમે પહેલા એ કહો કે તમે ચા પીશો કે ઠંડુ"કામિનીબેને પૂછ્યું. "હમણાં જ જમીને આવ્યા છીએ હવે કઈ જ નહીં" "કંઈક તો લેવું પડે,ચા રાત્રે સારો નઈ હું આઈસ્ક્રીમ લઈને આવું"જીતુભાઇ આઈસ્ક્રીમ કેવા ઉભા થતા બોલ્યા. "પપ્પા આઈસ્ક્રીમ તો છે જ ફ્રીઝમાં" "હા,તમે કન્ટીન્યુ કરો હું લઈ આવું"નિત્યાએ કહ્યું. નિત્યા બધા માટે કાચના બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી. "તારા માટે એક જ બાઉલ કેમ લાવી?" નિત્યા ચિડાઈને દેવ સામે જોઈ રહી હતી. "અરે તને બહુ ભાવે છે તો બે-ત્રણ