પદમાર્જુન - (ભાગ-૨૫)

  • 2.7k
  • 1
  • 1.2k

આગળનાં ભાગમાં આપણે જોયું: પદ્મિની નૃત્ય કરી રહી હતી. વૃક્ષ પાછળ છુપાયેલ અર્જુન પદ્મિનીની વિરુદ્ધ દિશામાં મોં રાખીને ઉભો હતો.ત્યાં જ તેનું ધ્યાન સામેથી આવી રહેલાં સૈનિકો પર પડ્યું.વિરમગઢનાં સૈનિકોની એક ટુકડી તેમની તરફ આવી રહી હતી. “અરે નહીં,જો સૈનિકોએ પદ્મિનીને જોઇ લીધી તો?”અર્જુને વિચાર્યું અને દોડીને પદ્મિનીપાસે ગયો.પદ્મિની કઇ વિચારે કે બોલે એ પહેલાં તો અર્જુન તેનો હાથ પકડીને ઝાડ પાછળ લઇ ગયો અને પોતે તેની આડો ઉભો રહી ગયો.સૈનિકોની ટુકડી પસાર થઇ ગઇ એ બાદ બંનેએ એકબીજા સામેં જોયું.પદ્મિનીનાં ચહેરા પર નકાબ નહતો તેથી અર્જુને પોતાની પાસે રહેલ વસ્ત્ર તેનાં ચહેરા પર બાંધી દીધું અને પદ્મિનીથી સહેજ દુર