પોતાના અંગત કક્ષમાં આજુ બાજુ હવાની સાથે હિલોરા લેતા મહારાજાધીરાજ ને જોઈને ત્યાં ઊભેલા ગુરૂ ત્રીદર્શી અને પુરોહિત બંને વિચલિત હતા.કેમ કરીને મહારાજધિરાજને શાંત કરી શકાય એની યુક્તિઓ તેમના મનમાં દોડવા લાગી હતી.જેટલા યોદ્ધા તરીકે તે પ્રખ્યાત હતા એટલા જ એક સંગીત અને કલાના સાચા કલાકાર તરીકે પણ એટલા જ પ્રખ્યાત હતા.તેમની વીણા પણ શાંત પડી એક ખૂણામાં ધૂળ ખાઈ રહી હતી.આજે સભામાં થયેલી વાતોથી તેમનું મન વિચલિત હતું. "મહારાજા....આ રીતે કોઈ વાત નો હલ નહિ આવે..." ગુરૂ ત્રિદર્શીએ રાજાને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું. "સમગ્ર નગર તમારા શાસનની પ્રશંસા કરી રહ્યું છે.એક બે માણસો ના કહેવાથી આ રીતે વિચલિત