ધ સ્કોર્પિયન પ્રકરણ-10

(87)
  • 6.8k
  • 5
  • 4.3k

પ્રકરણ-10 સોફીયા વાનમાંથી પોતાની મરજીથી કોઇને જાણ કર્યા વિના ભરચક ધુમ્મસ અને અંધારામાં ઉતરી ગઇ અને ગાયબ થઇ ગઇ હતી. સૌથી વધારે ચિંતા દેવને હતી એણે બાઇકનો અવાજ સાંભળેલો ખીણ તરફ અને એ પણ ક્યાંક ઝાડીઓમાં ઓગળી ગઇ હતી. એણે દુબેન્દુને કહ્યું આ ટુર મેં કન્ડકટ કરી છે સોફીયાની જવાબદારી મારી બને છે. મારે એને કોઇપણ રીતે શોધવી પડશે. દુબેન્દુએ સલાહ આપી ઝ્રેબા સાથે એ ઘણી ભળેલી હતી એ બંન્ને વચ્ચે કંઇક વધારેજ નીકટતા છે બંન્ને જણાંએ સાથે ડ્રગ પણ લીધું છે મેં નજરે જોયું છે આપણે ઝ્રેબાની પૂછપરછ કરીએ. દેવે કહ્યું અડધીરાત્રે આવાં ભયાનક જંગલમાં આવી ઘટના બની ગઇ