ધ સ્કોર્પિયન પ્રકરણ-8

(79)
  • 6.8k
  • 4
  • 4.6k

પ્રકરણ-8 દેવ જોસેફની સીટ પાછળથી બોટલ કાઢી બે ઘૂંટ માર્યા અને બોલ્યો વાહ આખા શરીરમાં ગરમાવો પ્રસરી ગયો. કોઇ વન્સપતિ કે એની છાલમાંથી ઘૂંટીને સડાવીને બનાવ્યો છે મસ્ત.... મજા આવી ગઇ અને ત્યાંજ વાન ઢોળાવ ઉપર કોઇ ખાડામાં ખાબકી, ખોટવાઇ અને જોરદાર આંચકો આવ્યો. દેવ માંડ માંડ બચ્યો. એણે જોસેફ સામે જોયું જોસેફનું માથું સ્ટીયરીંગ સાથે ભટકાયેલું પણ બચી ગયેલો એણે ઓહ સાથે માથા ઉપર હાથ દબાવ્યો. અંદરથી દુબેન્દુ આગળ આવી ગયો શું થયું જોસેફ શું થયું ? એણે દેવ અને જોસેફને જોયા. દેવ દુબેન્દુને કહ્યું દુદુ ટોર્ચ લાવ અને બહાર જઇને જો શું સ્થિતિ છે ? ટાયર ખાડામાં ભરાયા