પરિતા - ભાગ - 15

  • 3.3k
  • 1.9k

પોતાનાં સોનેરી ભૂતકાળને વાગોળતી પરિતા બેઠી હતી ને સાસુમાની બૂમ એને સંભળાઈ. ભૂતકાળમાં ખોવાયેલ પરિતા વર્તમાનમાં આવી ને એક ઊંડો નિ:સાસો નાંખતા બોલી, "હવે તો લગ્ન પછી એ દિવસો માત્ર સપના જેવા બનીને રહી ગયાં છે." સાસુમા પાસે પહોંચતાં જ એમની કટકટ શરૂ થઈ ગઈ હતી. આ આમ કેમ છે? પેલું આવું હોવું જોઈએ.., ફલાણુ ને ઢીકણુ ને બીજું ઘણું બધું. પરિતા ચૂપચાપથી સાંભળી રહી હતી. એવું નહોતું કે દર વખતે એ ચૂપચાપથી સાંભળી લેતી હતી, ક્યારેક ક્યારેક સહન ન થતાં એય સામે થોડું ઘણું સંભળાવી લેતી ને પછી નાની અમથી વાતમાંથી થઈ જતી માથાકૂટ અને વધી જતી બોલાચાલી. આજે