નેહડો ( The heart of Gir ) - 43

(29)
  • 5.1k
  • 3
  • 2.5k

નેહડેથી આજે બધા ગોવાળિયા જુનાણે (જૂનાગઢ)આવ્યા છે. જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળાના દિવસે પગ મૂકવાની જગ્યા ન હોય. માણસો કીડીયારાની જેમ ઉભરાઈ નીકળ્યું હોય છે. નેહડેથી પણ આજે બધા લોડિંગ વાન પીકપ ભરી ભરીને જુનાગઢ મેળો માણવા અને દર્શન કરવા આવ્યા છે. રાધી તેના આપા નનાભાઈ અને કનો તેના મામા ગેલા સાથે બંને મેળો માણવા આવ્યા છે. દર વર્ષે ગોવાળિયા તેના પરંપરાગત ભાતીગળ કપડાં પહેરીને ભક્તિ ભોજન અને ભજનના આ મેળામાં ઊમટી પડે છે. સતત ત્રણ ચાર દિવસ ચાલતાં મેળામાં ત્રણ-ચાર દિવસ સુધી દિવસ-રાત તળેટીમાં આવેલ અનેક આશ્રમોમાં ભજનની રમઝટ બોલતી હોય છે. સેવાભાવી સંસ્થાઓ, વિવિધ આશ્રમો, સાધુ સમાજ અને સેવાભાવી શ્રદ્ધાળુ