મોજીસ્તાન - 87

(21)
  • 3.5k
  • 1.4k

મોજીસ્તાન (87) સુંદર ષોડશીના ગાલ પર પિયુને જોઈને પડતા લાલ શેરડા જેવી લાલીમાં પૂર્વના આકાશમાં ફેલાવા લાગી હતી.રન્નાદેના અશ્વો ક્ષિતિજનો ઢાળ ચડીને પૃથ્વીને અજવાળવા આવી રહ્યા હતા. હુકમચંદની આંખ ખુલી ત્યારે એ પોતાની હાલત જોઈ ધ્રુજી ગયો.એક થાંભલા સાથે એને સજ્જડ બાંધવામાં આવ્યો હતો. એ જગ્યા કોઈ વિશાળ ગોડાઉન જેવી હતી.છેક ઉપર પતરાંની સિલિંગ પાસે રહેલા વેન્ટીલેશનમાંથી આછો ઉજાસ ગોડાઉનમાં ફેલાઈ રહ્યો હતો. કેટલાક પીપ અને કોઈ ચીજો ભરલા કોથળાનો ઢગલો હુકમચંદની આસપાસ ખડકાયેલો હતો.થોડે દુર લોખંડના થડા પર કેટલીક મશીનરી પડી હતી.કટાઈ ગયેલા પાઇપ અને જાડા લાકડાનો એક ઢગલો એ થડા પાસે પડ્યો હતો.હુકમચંદ ગઈ રાતે બનેલો બનાવ યાદ