ચોર અને ચકોરી. - 19

  • 3.8k
  • 1
  • 2.2k

(ગયા અંકમાં વાંચેલુ કે... અંબાલાલના ઈશારે કાંતુએ સટ્ટાક કરતુ ચાબુક કેશવ ની પીઠ પર ફટકાર્યું....) હવે આગળ "ઓય ઓય માડી.." કેશવના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો. ચાબુક નો ફટકો એવો જૉરદાર હતો કે કેશવે જે પહેરણ પહેર્યું હતુ. એની ઉપર પહેલા જ ફટકે લોહીનો ડાઘ ઉપસી આવ્યો હતો. અને અંબાલાલ. કોઈ નાનો છોકરો બીજા છોકરાને ચીડવે એમ કેશવને ચીડવતા પુછ્યુ. "કાં. કેવુ લાગ્યુ. મારું ચાબુક? મારા ચાબુકે ઘણા દિવસે લોહી ચાખ્યું. હજી ખાવુ છે તારે હજી ખાવુ છે...?""ના.. ના.. શેઠ.. મને માફ કરી દો. મારે. મારે એક ફદિયું ય નથી જોઈતું. હુ જાતે વગર પૈસે ચકોરીને તમારે હવાલે કરી દઈશ. પણ