બંનેની આંખો તળેથી જમીન સાફ દેખાઈ રહી હતી.હદયના ધબકારા તેજ ગતિએ ચાલી રહયા હતા.અચાનક જ પકડાઈ જતા કેમ કરીને બચી શકાય એ વિચારમાત્ર પણ તેમને આવતો નહોતો.ગરદન પર મુકેલી તલવાર પાછળ રહેલા માણસને કઈ રીતે પરાસ્ત કરીને ભાગી શકાય એ યુક્તિ પર વધારે વિચાર કરે એ પહેલા જ આવાજ આવ્યો,"તમારા બંને પાસેથી આ અપેક્ષા નહોતી..."ભારેખમ અવાજ સાંભળતાની સાથે જ બંનેના કાન સ્તબ્ધ રહી ગયા.અવાજ ઓળખીતો હતો તેથી તેમને થોડી રાહત થઈ હતી પણ સાથે તેઓ ચિંતીત હતા."તમને એ યાદ રહેવું જોઈએ કે આપણે આપણી ભૂમિ પર નથી.કોઈ બીજાની ભૂમિ પર આવીને