બેલા:એક સુંદર કન્યા - 7

  • 2.9k
  • 1.3k

મનીષા પ્રેમ કરવો,પ્રેમ નિભાવવો,પ્રેમ મેળવવો એ ખુબ જ અઘરી વાત છે.તને એમકે પ્રેમ કરવાથી પ્રેમ મળી જાય છે!!!તો તું ખોટી છે.જુઠ્ઠી. મનીષા ઊભી થઈ બોલી દિપક પછી શું થયું??? ખૂબ જ નરમાશ પૂર્વક મનીષા બોલી.બેલાના બાપુ ગુસ્સે તો ન થયા તો પછી..... હમમ.સાંભળ...દોસ્ત તારો દીકરો અને મારી દીકરી. યુવાન છે.આવું બધું આ ઉંમરે થવું એ સ્વાભાવિક છે. પરંતુ આપણે તેના માવતર છીએ.આપણે આપણા સંતાનોને આપણા વશમાં રાખવા જોઈએ.તું તારા દીકરાને સમજાવજે હું મારી દીકરીને સમજાવીશ. તારે પણ પ્રયત્ન કરવાનો છે.મારે પણ પ્રયત્ન કરવાનો છે. બેલાના બા આ બધું સાંભળી રહ્યા.એ ડરી ગયા. તેને થયું બેલાના બાપુ આવી બધી વાતોને ક્યારેય